વાંકાનેર શહેરમાં વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં 56 જેટલી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ આવેલ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી,રહે.વાંકાનેર દિવાનપરા, પુજાપાન સામેની શેરીવાળના કબ્જા ભોગવટા વાળા વાડી ખેતરમાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 56 બોટલ કિંમત રૂપિયા 25,280 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.