મોરબી તાલુકાના મકનસર ગામે ખરાબાની જમીન ખેડવા બાબતે માથાકૂટ થઈ હોય ત્યારે પિતા પુત્રને ચાર જેટલા ઇસમોએ માર માર્યો હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ માથાકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ફરિયાદી નવઘણભાઇ કુકાભાઇ સુરેલા મકનસર ગામની સીમમા આવેલ ઇરીગેશનની ખરાબાની જમીન છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડતા હોય આ જમીનની બાજુમા જ જમીન ઘરાવતા આરોપી મૈયાભાઇ રણછોડભાઇ કોળી, સુખાભાઇ રણછોડભાઇ કોળી, મંગાભાઇ રણછોડભાઇ કોળી અને કલ્પેશભાઇ રણછોડભાઇ કોળી રહે.ચારેય અદેપર, તા.જી. મોરબી વાળાએ ખરાબાની જમીન નહીં ખેડવા જણાવ્યું હતું. જેથી આ જમીન ખેડવા માટે ફરિયાદી નવઘણભાઇ અને તેનો પુત્ર જતા ચારેય આરોપીઓએ લાકડી અને પાઇપ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.