મોરબી નગર પાલિકામાં કાયમી ચીફઓફિસર ની નિમણૂક કરવામાં આવે – મહેશ રાજ્યગુરુ

Advertisement
Advertisement

મોરબી જિલ્લા ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા માં કાયમી ચીફ ઓફિસર વગર ચાલે છે

સૌરાષ્ટ્રનું કહેવાતા પેરિસ મોરબીમાં નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર ના હોવાના કારણે લોકોના રોજબરોજના કામ થતા નથી જેવા કે રી ગલીઓમાં ઉપરાતી ઘટાડો કચરાઓના ઢગલા ઓ તેરી ગલીઓ માં અંઘકાર ઉનાળો બેસવાનો જ ત્યારે લોકોને પીવાના પાણીનો પણ પ્રશ્નો વિકટ ન બને તે માટે તાત્કાલિક ના ધોરણે મોરબી નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર આપવા જોઈએ

હાલમાં ઘણા સમયથી મોરબી નગરપાલિકા નો વહીવટ ચાર્જમાં મુકાયેલા અધિકારીઓ મારફત ચાલી રહ્યો છે જે અઘિકારી ઓ ચાર્જ માં છે તે પોતાના વિભાગના પણ પૂરતો સમય ફાળવી શકતા નથી તે મોરબી નગરપાલિકાના વહીવટમાં કેવી રીતે સમય ફાળવી શકે

કાયમી ચીફ ઓફિસર ન હોવાના કારણે લોકોને નગરપાલિકા પાસે પોતાના પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે વારંવાર ઘકા ખાય છે તો પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી હાલ મોરબી નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ અને ચાર્જ કર્મચારીઓથી વહીવટ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના વિકાસના કામો પૂરા થઈ શકતા નથી જેના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળવી પણ મુશ્કેલ બનેલ છે પ્રજા પોતાના ટેકક્ષના પૈસા ભારે છે પરંતુ સુવિધા નામે નગરપાલિકા તરફથી શૂન્ય છે

જે રોડ રસ્તાઓના કામ ચાલે છે તે પણ ટેન્ડરમાં જણાવેલ ગુણવત્તા મુજબ થતાં ન હોય તેવી લોકોમાં ફરિયાદ ઉઠી છે અને કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર ખાડા ટેકરાઓ કચરાઓના ડગલાઓ ઉભરાતી ગટરના ગંદા પાણીઓ રોજની પરેશાની થઈ રહેલ છે આ બધા કામોનો નિરાકરણ માટે નગરપાલિકામાં સ્થાઇ કાયમી ચીફ ઓફિસર હોવું જરૂરી છે તો ગુજરાત સરકારને અને મોરબી માળિયા ના ધારાસભ્યશ્રી આ બાબત સરકાર માં રજૂઆત કરી તાત્કાલિક મોરબી નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તેવા પ્રયત્ન કરે તેવી મોરબી શહેરની પ્રજાની અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી કે ડી. બાવરવા અને એલ એમ . કંઝારીયા ની પ્રેસ યાદી જણાવે છે