મોરબી સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી પ્રવિણભાઇ દેવકણભાઇ બારૈયા , ભરતભાઇ બાબુભાઇ વરાણીયા અને મુકેશભાઇ કાંતિભાઇ ભાલોડીયાને તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,550 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.