મોરબીમાં થોડા સમય પહેલા કોડીન સીરપનો થતો ઝડપાયો હતો ત્યારે વધુ એક વખત પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી નસીલી કોડીન સીરપ નો ઝડપી પાડ્યો છે ત્યારે આશરે 10,000 બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમાં આવેલ હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી રૂપિયા 20 લાખની કિંમતની નશીલી કોડીનની 10 હજાર બોટલનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે જ ટ્રાન્સપોર્ટ ઓફિસના એક કર્મચારીને પણ અટકાયતમાં લઈ નશીલી કોડીન ક્યાંથી આવી અને કોને પહોંચાડવાની તે સહિતની બાબતો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.