મોરબી એસટી ડેપોના સતાઅધિકારીઓ ડ્રાયવરને ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી

Advertisement
Advertisement

મોરબી એસટી ડેપોના ભૂતપૂર્વ ડ્રાઇવર તે ગુજરાતના મુખ્યમંત્રીને અનુસંધીને એક રજૂઆત કરી છે કે તેમને મોરબી એસટી ડેપોના અધિકારીઓ ની બેદરકારીના કારણે 2020 માં અવાજ ઉઠાવ્યો હોય જેના કારણે રાગ દ્વેષ રાખી રોકડ દંડ, બરતરફ, બદલીઓ તેમજ આર્થિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતી રજૂઆત કરી છે.

 

ત્યારે આ રજૂઆત કરતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા એ રજૂઆતમાં જણાવ્યું છે કે,

 

મહે. સાહેબની સેવામાં જય હિન્દ સાથ ઉપરોકત વિષય અન્વયે માનસર આપ સાહેબને વિનમ્ર જણાવવાનું કે, અમો ફરીયાદી ગુજરાત એસ.ટી. નિગમમાં (ફિકસ પગાર) સેવક ડ્રાઇવર તરીકે ફરજ હાલ જસદણ ડેપો ખાતે બજાવું છું અને ઉપરના સરનામે ફેમીલી સાથે રહું છું. હું સેવક ડ્રાઇવર તરીકે ખંત-નિષ્ઠા અને પ્રમાણીકતા પુર્વક અગાઉ મારા વતન મોરબી ડેપો ખાતે બજાવતો હતો ત્યારે મોરબી ડેપોના જવાબદાર સતાઅધિકારીઓની અનેક બેદરકારીઓના કારણે વાહનોની પરિસ્થિતિઓ ખુબજ કથળી જતી હોય અને રોજ અનેક રૂટમાં મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તેની જાણ ન્યુઝ પેપર – મીડીયાવાળાને કોઇ નાગરીકે કરતા, પત્રકારો અને મીડીયાની ટીમ રાષ્ટ્રીય સંપતી નીગમના હીતમાં અને જાહેર જનતા ના હીતમાં તા.૧૭/ ૧૨/૨૦૨૦ અને તા. ૧૮/૧૨/૨૦૨૦ ના રોજ મોરબી ડેપો ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરતાં અને દરેક જુદા જુદા ડ્રાઇવરો અને ટ્રાફીક સુપર વાઇઝર તેમજ વર્કશોપ સુપરવાઇઝરોને સાચી હકીકતો વિશે પુછતાસ કરતાં હોય ત્યારે કર્મચારીઓએ અનેક વિધીવંત સાચી હકીકતો બોલેલ હોય અને તે ન્યુઝ પેપર-મીડીયામાં સાબીતી સાથે પ્રસિધ્ધ થયેલ હતું તેમાં લાગતા- વળગતાઓની કામમાં નિષ્કાળજી-બેદરકારી સાબીત થતાં. તેમાં ઉકત કર્મચારી પૈકીના અમો ડ્રાઇવર રાષ્ટ્રીય સંપતીના હીતમાં સત્ય ઉપર પ્રકાશ પાડેલ હતો.

 

આજે જે ભારત સરકારશ્રી ધ્વારા આપણા માન. શ્રી યસસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ નીચે આપણી સરકારે જે ભ્રષ્ટાચાર મુકત બનાવવા માટે થઇને જે બીડુ અપનાવ્યુ છે ભ્રષ્ટાચાર મુકત દેશ બનાવવાનો જે સંદેશ દેશમાં આપેલ છે. જેમાં આપણા ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રીએ એક નાનામાં નાનો કર્મચારી તેમજ પ્રજાસુધી એક રાષ્ટ્રકલ્યાણના અર્થે આપણા દેશને આપણા રાજયને ભ્રષ્ટાચાર મુકત કરવા એક પહેલ કરેલ છે. જેથી હું આમ એક ગુજરાત એસ.ટી. નિગમનો જાગૃત નાગરીક કર્મચારી તરીકે મેં મારા રાષ્ટ્રનું લોકકલ્યાણ અર્થે રાષ્ટ્રીય સંપતીની રક્ષા કાજે તેમજ રાષ્ટ્રીય સંપતીના હીતમાં મીડીયા સમક્ષ સત્ય બનાવના અનુસંધાને સત્ય બોલેલ અને તે કોઇ ગુન્હો નથી તે દેશના દરેક નાગરીકની નૈતીક ફરજ છે.આમ, તા.૧૭ અને ૧૮/૧૨/૨૦૨૦ ના રોજ મોરબી એસ.ટી. ડેપોના સત્તાધિસોની બેદરકારી ન્યુઝ પેપર-મીડીયામાં સાબીત થતા જવાબદારો તેનો રાગદ્વેશ અને પુર્વગ્રહ રાખીને એકસંપ થઇ સમતલસ રહી, સમાન ઇરાદો પાર પાડવા, બદઇરાદે, પુર્વઆયોજીત, વ્યવસ્થીત, બુધ્ધીપુર્વક, ગૈરકાયદેસરનું ષડયંત્ર ઘડી અમોને ખોટા ગુનામાં સાંકળી સંસ્થામાં અવગણનાઓ કરી સાચુ બોલવાના એક ગુનામાં ખોટા ચાર્જ લગાવી અનેક સજાઓ કરેલ છે. જેમ કે બદલીઓ, રોકડમાં દંડો, બરતરફ, આર્થિક, માનસિક હેરશમેન્ટ કરી/કરાવી માનસીક વિચલીત કરી સર્વિસ રેકર્ડ બ્રેક/ખરાબ કરેલ છે. આ બાબતે ઉચ્ચ અધિકારીને અથવા સરકારશ્રીને અનેક રજુઆતો કરેલ તેની તપાસ તેના જ નિચલા અધિકારીને સોપીને અમોને જ જવાબદાર ગણાવીને ઉલ્ટાનું ફરી ચાર્જશીટ આપીને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે. અને અમોને માનસીક વ્યથામાં મુકી મગજ વિચલીત કરી નાખ્યો છે જેથી આ બાબતે અગાઉ પણ મેં આપ સાહેબશ્રીને ઘણી રજુઆતો કરેલ છે તેમછતાં હજુ સુધી કોઇ અમોને ન્યાય મળેલ નથી, માટે અગાઉ અમોએ આપની પાસે આત્મવીલોપન, ઇચ્છા મૃત્યુ અથવા તો અમોને ન્યાય આપવા બાબતે રજુઆત । કરેલ છે. જે હું આ સાથે બીડાણ કરી મોકલુ છું જેથી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જો અમારા જેવા દેશ હીત ઇચ્છનારા કર્મચારીઓને ન્યાય ન આપી શકતા હોય તો આપ સાહેબ અમોને અમારી મરજી પ્રમાણે મૃત્યુ માંગી શકીએ તે માટે અમોને ઇચ્છા મૃત્યુની મંજુરી આપવી અથવા તો ગાંધીજીના ચીંધ્યા માર્ગે અમારી સત્યાગ્રહની ધરણા માટે અમારા વિભાગની વિભાગીય નિયામકની કચેરીએ ધરણા કરી શકીએ એ માટે અમોને મંજુરી આપવા વિનંતી. અને જો અમો સત્ય હોય તો અમોને ન્યાય આપવા નમ્ર અરજ.