મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં શેરીમાં જાહેરમાં અમુક પત્તા પ્રેમીઓ જુગાર રમી રહ્યા હોય જે બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા (૧) સંજયભાઇ બચુભાઇ ડાભી ઉવ-૩૭ રહે.મોરબી નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કુલની બાજુમાં (૨) કિશોર નરશીભાઇ બાબરીયા ઉવ-૫૦ રહે.ત્રાજપર ગામ, ચોરાની બાજુમાં, તા.જી.મોરબી (૩) નટુભાઇ વશરામભાઇ વરાણીયા ઉવ-૬૫ રહે.ત્રાજપર ગામ, એસ્સાર પંપની પાછળ, તા.જી.મોરબી (૪) પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા ઉવ-૩૫રહે.ત્રાજપર ગામ તા.જી.મોરબી (૫) જેતીબેન વા/ઓ કાબાભાઇ સનુરા ઉવ-૬૨ રહે.ત્રાજપર ગામ, તા.જી.મોરબી (૬) વિલાશબેન વા/ઓ રાજુભાઇ સનુરા ઉવ-૩૨ રહે.ત્રાજપર ગામ, તા.જી.મોરબી (૭) સુનીબેન વા/ઓ કાનાભાઇ ખાંભણીયા ઉવ-૩૬ રહે.મોરબી ટીંબાવાડી મેલડી માતાજીના મંદિર પાસે, મફતીયાપરા તા.જી.મોરબી (૮) શીતલબેન વા/ઓ રામજીભાઇ સનુરા ઉવ-૨૩ રહે. રહે.ત્રાજપર ગામ, તા.જી.મોરબી વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસે તમામની અટકાયત કરી છે. ઉપરાંત તેમની પાસેથી 12,300/- જેટલા રોકડા રૂપિયા કબજે કર્યા છે. આ તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.