આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે બેન્ક વાડી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૧) બાબુભાઇ જગાભાઇ રાતેયા જાતે કોળી ઉ.વ.૫૮ ધંધો-નોકરી રહે-નવા મકનસર તા.જી.મોરબી (૨) જગદીશભાઇ ધીરૂભાઇ દેગામા જાતે કોળી ઉ.વ.૩૮ ધંધો-મજુરી રહે-નવા મકનસર તા.જી.મોરબી (૩) ભગવાનજીભાઇ કાનજીભાઇ દેગામા જાતે કોળી ઉ.વ.૬૮ ધંધો-નિવૃત્ત રહે-નવા મકનસર તા.જી.મોરબી ને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી ૩૬૧૦/- રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે. હાલ તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.