મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખાતે આવેલ હડકાઇ માતાજીના મંદીર પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા ૪ જુગારીઓને ઝડપી પાડયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ સીટી બી ડિવિઝન પોલીસે સામા કાંઠા વિસ્તારમાં આવેલ હડકાઇ માતાજીના મંદીર પાસે રેડ કરી હતી ત્યારે પોલીસને જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુન્નાભાઇ દિલીપભાઇ ડેડાણીયા, પીયૂષભાઇ બાબુભાઇ કુવરીયા, રમેશભાઇ સચીનભાઇ ઝીંઝવાડીયા, મુકેશભાઇ બેચરભાઇ ચાવડા અને છગનભાઇ સીંધભાઇ શીયાળને તીનપતિ રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 19,780 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.