મોરબી શહેરના લજાઈ નજીક નવી બનતી મેડિકલ કોલેજ માં સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. ત્યારે નવી બનતી બિલ્ડીંગનો સ્લેબ નીચે પડતા મજૂરો સ્લેબની નીચે દટાયા હતા. ત્યારે હાલ પાંચ જેટલા મજૂરો સ્લેબ નીચે દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આ દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ કરવામાં આવ્યું છે એવું જાણવા મળી રહ્યું છે.