બનાવની ટુંકમાં વિગત એવી છે કે રાજકોટ ગ્રાંધીગ્રામ – ૨ યુનીવસીર્ટી પોલીસે ૧૭. ૧૧ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન સાથે આરોપી મેહુલભાઈ ચતુરભાઈ ગામી રહે. હાલ માનવ એપાર્ટમેન્ટ પુષ્પર ધામ, મેઈન રોડ, માધવ હોટલ વાળી શેરી, બ્લોક નં. ૧૦૩, ગોપીભાઈ ના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ રહે. રાધાપાર્ક સોસાયટી, હનુમાન જીના મંદિર વાળી શેરી, વાવડી રોડ, મોરબી. વાળા ન એનડીપીએસ એકટ ની કલમ ૮ (સી) ૨૧, (બી) ૨૯ જેના એનડીપીએસ. કેશ નં. ૧/૨૩ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. રાજકોટ ના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ માં ૨જુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ જામીન અરજી કરતા આરોપી એ નામ. ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ નીમીત વાય. શુકલ મા૨ફત નામ. ગુજ. હાઈકોર્ટ માં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી નીમીત વાય. શુકલ એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ નામ. ગુજ. હાઈકોર્ટ ના જસ્ટીસ શ્રી દિવ્યેશ એ. જોષી સાહેબ શ્રી એ આરોપી મેહુલભાઈ ચતુરભાઈ ગામી ને રૂા. ૧૫,૦૦૦/– ના શરતોને આધીન રેગ્યુલ૨ જામીન ૫૨ મુકત કરેલ છે. આ કેસમાં આરોપી મેહુલભાઈ ચતુરભાઈ ગામી ના વકીલ શ્રી નીમીતભાઈ વાય. શુકતા તથા મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પ૨મા૨ ૨ોકાયેલા હતા.