મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના ૨જી. નં.૪૦/૨૦૧૯, ભારતીય દંડ સંહિતાની કલમ–૩૦૨, ૨૦૧, ૩૪, ૧૨૦ બી તથા જી.પી.એકટની કલમ-૧૩૫ સેસન્સ કેશ નં. ૫૮/૧૯ ના ગુન્હાના આરોપીઓ (૧) ગો૨ધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુરીયા (૨). દિલીપભાઈ તીત૨ીયાભાઈ ભીલ, (૩) મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ (૪). ધૃમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા (૫.) સુમીલીબેન વા.ઓ. ગો૨ધન ઉર્ફે ગોધીયો ભુ૨ીયા નો ઓનો સેશન્સ કોર્ટ માં કેશ ચાલી જતાં નીર્દોષ છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મો૨બી તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના ૨જી. નં.૪૦/૨૦૧૯ ના કામે તા. ૧૨/૩/૧૯ ના રોજ ફરીયાદી વિજયભાઈ બળવંતભાઈ ચૌહાણ નાઓએ આરોપીઓ(૧) ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુ૨ીયા (૨). દિલીપભાઈ તીત૨ીયાભાઈ ભીલ, (૩) મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ (૪). મજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા (૫.) સુમીલીબેન વા.ઓ. ગો૨ધન ઉર્ફે ગોધીયો ભુ૨ીયા નાઓ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ–૩૦૨, ૨૦૧, ૩૪, ૧૨૦ બી તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબ આ કામના ફરીયાદીની આ કામે ફરીયાદપક્ષના કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, તા.૧૨/૦૩/૨૦૧૯ ના કલાક ૧૨/૪૦ વાગ્યા પહેલા કોઈ પણ વખતે તિરુપતિ સીરામીકની પાછળ ગુણવંત ભાઈ કરશનભાઈ જેઠલોજાના ખેતરના કુવામાં આ કામના આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અગાઉથી કાવતરું રચી આ કામના મરણજનારને આરોપી નં.૫ નાઓએ મરણજનારને ફોન કરી એકાંત જગ્યાએ બોલાવી તેની સાથે બેસી વાતોચીતો કરતા હોય અને કાવતરા મુજબ આરોપી નં.૧ થી ૪ નાઓ આવી આ કામે મરણજનારના માથાના ભાગે આરોપી મુકેશભાઈ એ પોતાના હાથમાં ધારણ કરેલ હથીયાર હથોડા વતી મારી નાખવાના ઈરાદે એક ઘા મારી ગંભીર ઈજા પહોચાડી સ્થળ પર મોત નીપજાવી આરોપી નં.૧ થી ૫ નાઓએ
આરોપીઓ લઈને આવેલ ગોદડાની જોલી બનાવી તેમાં મ૨ણ જના૨ ને નાખેલ તે જગ્યાએથી લઈ જઈ બનાવવાળી જગ્યાએ આવેલ કુવા પાસે લઈ જઈ ગોદડુ વીંટી તેના શ૨ીરે પત્થરો બાંધી પીપળી ગામની સીમમાં આવેલ કુવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરેલ ત્યારબાદ આરોપીઓને અટક કરી નામ. કોર્ટ માં ૨જુ ક૨ેલ ત્યારબાદ નામ. સેશન્સ કોર્ટ માં સેશન્સ કેશ નં. ૫૮/૧૯ થી સેશન્સ કમીટ થયેલ ત્યારબાદ કેશ ચાલી જતા શ્રી વિ. એ. બુધ્ધ સાહેબ ની કોર્ટ માં તા. ૧૩/૨/૨૦૨૪ ના રોજ આરોપીઓ (૧) ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુ૨ીયા (૨). દિલીપભાઈ તીત૨ીયાભાઈ ભીલ, (૩) મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીત૨ીયા ભીલ (૪). ધૃમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા (૫.) સુમીલીબેન વા.ઓ. ગોરધન ઉર્ફે ગોધીયો ભુરીયા નાઓ તરફે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. ૫૨મા૨ (એડવોકેટ) રોકાયેલા હતા બચાવ પક્ષ ના વકીલ ની દલીલો માન્ય રાખી આરોપીઓ (૧) ગોરધન ઉર્ફે ગોધીયો સનીયાભાઈ ભુ૨ીયા (૨). દિલીપભાઈ તીત૨ીયાભાઈ ભીલ, (૩) મુકેશભાઈ ધનસિંગ ઉર્ફે તીતરીયા ભીલ (૪). ધૃમજીભાઈ ધનજીભાઈ ઉર્ફે ધમશીયો વાસકલીયા (૫.) સુમીલીબેન વા.ઓ. ગોરધન ઉર્ફે ગોધીયો ભુ૨ીયા ને સેશન્સ કોર્ટ ના જજ સાહેબ શ્રી એ આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.