વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર નજીક આવેલ તળાવમાં ડૂબી જતાં રાજકોટના યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ તળાવ કે જેને માટેલિયા ધરો કહેવામાં આવે છે ત્યારે આ તળાવમાં ડૂબી જતાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોકટર એ મૃત જાહેર કર્યા હતાં. ત્યારે હાલ પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.