મોરબી: મોરબી શનાળા બાયપાસ આનંદનગર ફિદાઈ પાર્ક સોસાયટીમાં મહિલાએ એક શખ્સ વિરુદ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપીએ મહિલા પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ આનંદનગર ફિદાઈ પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન નુરૂદીનભાઈ કચરાણી (ઉ.વ.૨૫) એ આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલશી પાર્ક શનાળા બાયપાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપી પોતાની કાળા કલરની થાર ગાડી લઇને આવીને ફરીયાદીને કહેલ કે તમો એ ફરીયાદ કરેલ તે પાછી ખેચી લો તેમ કહી ગાળો આપી અને ગાડી માંથી લોખંડનો પાઇપ લઇને નીચે ઉતરેલ અને ફરીયાદી પાછળ લોખંડનો પાઇપ લઇને મારવા દોડેલ જેથી ફરીયાદી બુમા બુમ કરતા ફરીયાદીના માતા પિતા તેના ઘરની બાજુમાં રહેતા હોય જેથી તેઓ આવી જતા આરોપી ફરીયાદીની હોન્ડા અમેઝ કાર રજીસ્ટર નં. GH-36-L-3219 ના કાચ તોડી ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી. ભોગ બનનાર મહિલા સોનલબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.