રાજકોટ લોકસભા ચુંટણી કાર્યાલયે રૂપાલા અને મેરજા એકમેકને ભેટી પડ્યા

Advertisement
Advertisement

રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરષોતમભાઈ રૂપાલા રાજકોટ ખાતે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છાઓ સ્વીકારતા પોતાનો રાજીપો વ્યક્ત કરવા બંને એકમેકને ભેટીને લાગણીનું અભિવાદન પ્રગટ કર્યું હતું. આ તકે બ્રિજેશ મેરજાએ રાજકોટ બેઠક પરથી લોકસભામાં વિક્રમજનક સરસાઈથી વિજેતા બનવા અંત:કારણ પૂર્વક ચ્છાઓ ઉમંગભેર પાઠવી હતી. આ પસંગે રાજકોટ લોકસભા બેઠકના પ્રભારીશ્રી, સનયોજકશ્રી, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શહેર જિલ્લા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, રાજકોટમાં ઉમેદવારના આગમનના ટાણે જ વિજય ટંકારનો એક ભારે મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બ્રિજેશ મેરજાએ પણ સહભાગી થઈને ભારતીય જનતા પક્ષ પરિવારની ખુશીમાં સામેલ થયા હતા.