આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ નજીક આર ટાઈલ નામના ગોડાઉનમાં કોડીન કફ સીરપનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં તપાસ કરતા ગોડાઉનમાં ટ્રકમાંથી સફેદ પ્લાટીકની થેલીઓ ઉતારવામાં આવી હોય જે ચેક કરતા કોડીન કફ સીરપ હોવાનું જણાઈ આવતા એફ એસ એલ અને ડ્રગ્સ વિભાગના અધિકારીની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી તો કોડીન કફ સીરપનો જથ્થો બોટલ નંગ ૯૦,૦૦૦ કીમત રૂ.1,૮૪,૯૩,૨૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો .ત્યારે પોલીસે દરોડા દરમિયાન કોડીન કફ સીરપનો જથ્થો બોટલ નંગ ૯૦,૦૦૦ કીમત રૂ.૧,૮૪,૯૩,૨૦૦,ચોખાની બોરીઓ નંગ ૬૩૦ કીમત રૂ.૪,૪૧,૦૦૦, ટ્રક કીમત રૂ.૧૫,૦૦,૦૦૦, મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૧૫૦૦ અને રોકડ રકમ રૂ.૭૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કરી ગોડાઉન સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવાડિયા, ટ્રક ચાલક સરફરાજભાઈ રબ્બાની સૈયદ,ટ્રક કલીનર મહમદઅબ્દુકકરીમ મહમદઅબ્દુલરહેમાન એમ ત્રણની પોલીસે ધરપકડ કરી હતી તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપતભાઈ કંડીયા, માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ રહે-ત્રિપુરા અને માલ મોકલનાર અજાણ્યા ઇસમ નું નાલ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે