કિશોરભાઈ ચીખલીયા ની જિલ્લા પ્રમુખની વરણી બાદ કોંગ્રેસ પક્ષ માંથી ધડાધડ રાજીનામાં પડ્યા છે કારણ કે કોંગ્રેસ પક્ષમાં આંતરિક ખેંચતાણ નું ઉદાહરણ ભૂતકાળ માં સૌ કોઈએ જોયું છે અને એજ સ્થિતિ ના કારણે વિરોધપક્ષ આજે નબળો પડી રહ્યો છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે ઊભા થયેલા અસંતોષને પગલે જિલ્લા કોંગ્રેસમાં અનેક રાજીનામાં પડ્યા છે. જો કે આ સિલસિલો હજુ યથાવત રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ મંત્રી સંજયભાઈ કાવર અને તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ સુરાણીએ આજે રાજીનામાં આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં કોંગ્રેસમાં આ રીતે રાજીનામાંની મોસમ આવવાથી રાજકીય ગરમાવો ફેલાયો છે.