મોરબી જીલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે.સતત નશીલા પ્રવાહી જીલ્લામાંથી પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે ત્યારે કોડીન કફ સીરપનો મસમોટો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં કેફી સીરપનું કાંડ ચાલી રહ્યું હોય. ત્યારે આ નશાની બદીને અટકાવવા માટે મોરબી એલસીબી એક્શન મોડ માં આવી હતી. ત્યારે એલસીબીની ટીમે બાતમીના આધારે રંગપર નજીક આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડ્યો છે. જ્યાં મોટા પ્રમાણમાં આ નશાકારક સિરપનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો.અંદાજે 400 પેટી સીરપની બોટલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ ત્રણેય શખ્સોની પુરછપરછ પણ ચલાવવામાં આવી રહી છે.