ટંંકારાના બિઝનેસમેન ૩૧ વર્ષ થી નિયમિત ઘર આંગણે ગૌમાતા ની ચાકરી અને જતન કરે છે.

Advertisement
Advertisement
પોતાના કાર્ય પર જતા પૂર્વે ગૌ ચાકરી કરવાનુ ચુકતા નથી..
ટંંકારાના ખેડુત પુત્ર અને બિઝનેસમેને પોતાના આંગણે ચાર ગૌ માતા ને કાયમી ધોરણે સેવા પુજા કરવા ગૌ આશિયાનો ઉભો કરી ગાય નુ જતન કરી રહ્યા છે. ગૌ પુજન કરી દિનચર્યા નો પ્રારંભ કરનારા ગૌ પ્રેમી બિઝનેસમેન પોતાની વહાલસોયી ગાય માતા ની અનોખી સેવા કરી રહ્યા છે.‌ બિલ્ડર સાથે અનેક મોટા ગજાના ધંધા સાથે સંકળાયેલા હોવાછતા તેઓની ગૌભકિત જોઈ દયાનંદ સ્મરણોત્સવ મા ઉભી કરાયેલી ગૌશાળામાં તેમની ગાય ને આર્યસમાજીઓ માટે દર્શનાર્થે પધરાવી સતત ત્રણ દિવસ તેઓ પત્ની સાથે ગૌશાળામા ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારા શહેરના પછવાડે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં વસતા અને પંથકમા અનેક મોટા ગજાના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર હસમુખભાઈ દુબરીયા પોતે બિઝનેસ ક્ષેત્રે કાઠુ કાઢી હાલ પંથકના ગણનાપાત્ર યુવા બિઝનેસમેન તરીકે સમાજમા પગદંડો જમાવ્યો છે. પરંતુ તેઓ ખેડુત પુત્ર હોય તેઓના વડવાઓ ખેતી સાથે પશુપાલન કરી આંગણે પશુપાલન કરતા હોવાનુ આજે પણ ભૂલ્યા નથી. પોતાના આશિયાને ગૌ સેવા કરવાના ઉદ્દેશથી ગૌ સદન બનાવી સરાહનીય ગૌ ભક્તિ કરી રહ્યા છે. નિયમિત મળસ્કે ચાર વાગ્યે ઉઠીને પોતાના આંગણે રહેલી ગૌ માતા ની ચાકરી કરવાનુ ચુકતા નથી. દરરોજ ગૌ સેવા કરી પોતાના દિવસનો પ્રારંભ કરે છે. હાલ તાલુકામા અનેક મોટા ધંધા તેઓએ વિકસાવ્યા છે. ઉપરાંત, રેસીડેન્સી અને કોમર્શિયલ પ્રોજેક્ટ મા હાથ અજમાવી સફળ બિઝનેસમેન તરીકે પંથકમા પોતાના દમ પર યુવાનોના આઈકોન બન્યા છે. તેઓની ગૌ સેવા ની નોંધ લઈ તાજેતરમા ટંકારા મા સંપન્ન થયેલા ત્રિદિવસીય દયાનંદ સ્મરણોત્સવ સમારોહ મા ઉભી કરાયેલી ગૌશાળામા આયોજકોએ હસમુખભાઈ ની બે ગૌમાતા કાર્યક્રમ મા દેશ પરદેશ થી પધારેલા હજારો આર્ય અનુયાયી ઓના દર્શનાર્થે પધરાવી હતી. આ તકે, સતત ત્રણ દિવસ સુધી પટેલ દંપતીએ કાર્યક્રમ સ્થળે ગૌશાળામા ગૌસેવા કરી હતી. ઘર આંગણે ૩૧ વર્ષ થી નિયમિત પણે ગૌ ચાકરી કરતા પટેલ પરીવાર દ્વારા ગાય માતા ને તેનો નિયમિત ચારો ઉપરાંત, પશુચિકિત્સક ની સલાહ મુજબ તાજા શાકભાજી, બીટ, ગાજર, પાલક, તલી નો ખોળ મગફળી નો ખોળ, કપાસિયા ખોળ, મગફળી નો ભુકો, ઝાર ની કડબ, મકાઈ, ચાસટીયો, ગોળ વગેરે નિયમિત નિરવામા આવે છે. ખવડાવવામાં આવે છે. સીઝન પ્રમાણે ના ખેતરમા ઉગતા તાજા શાકભાજી ખોરાકમાં આપવા સાથે ગાય નુ આશ્રય સ્થાન સાફ સુથરૂ રહે તેની તકેદારી રાખી ગૌમાતા ને બેસવા માટે મુલાયમ રબ્બરની બેડશીટ બિછાવી છે.