મિતાણાથી રાજકોટ હાઈવે પર આવેલા બહુચરાજી મંદિરે ફ્રી મેડીકલ કેમ્પનુ આયોજન, નામાંકિત ડોક્ટરો ની ટીમ આવશે

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલા બહુચરાજી મંદિરે લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન અને દિવ્ય શક્તિ ધામ અને સત્યમ સેવા ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ તથા સેનેટરી પેડ વિતરણ કેમ્પ નું રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમા નામાંકિત ડોક્ટરો સેવા આપવાના હોય લોકોએ લાભ લેવા આયોજકો એ અનુરોધ કર્યો છે.
રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલા બહુચરાજી મંદિર ખાતે તદ્દન નિઃશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરાયુ છે. જેમા, કરોડરજ્જુ, માનસિક રોગ, કાન નાક,ગળા, સ્ત્રી રોગ, વ્યસન મુક્તિ, આંખ નુ નિદાન, જનરલ તપાસ, ફેફસા, હાડકા સહિતના તમામ રોગોની તપાસ અને નિદાન કરવા માટે નામાંકિત ડોક્ટરો ની ટીમ આવનાર હોય તેમજ અહીંયા ચશ્મા, દવા, સેનેટરી પેડ તથા ડાયાબિટીસ ચેકઅપ ફી કરી આપવા મા આવનાર હોય લોકોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.