હળવદ શહેરના ત્રણ માળીયા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દિલાવર સિકંદરભાઈ મુલતાની, અનિલ બચુભાઇ મકવાણા, કાનજી ખોડાભાઈ પરમાર અને હંસાબેન લક્ષ્મણભાઈ ઠાકોરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી રોકડક રૂપિયા 2800 કબ્જે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી