
ટંકારામા ખેતર મા વાવેતરને પિયત કરવા માટે ખેતરની જમીન મા પસાર થતી પાઈપલાઈન લીકેજ થતા ખેતરના શેઢા પાડોશી કાકા ભત્રીજા વચ્ચે માથાકુટ થતા કાકા ને બે ભત્રીજાએ એકસંપ કરી લાકડી વડે લમધારી નાંખતા ભોગ બનેલા પૌઢ ખેડુતે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટંંકારાના ખડીયાવાસ મા રહેતા હેમંતલાલ મોહનભાઈ દુબરીયા નામના ખેડુતે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓની ખેતી ની જમીન કોઠારીયા ના માર્ગે આવેલી છે. તેની જમીન ની લગોલગ તેના ભત્રીજા હિતેશભાઈ રામજીભાઈ અને શશીકાંતભાઈ રામજીભાઈ દુબરીયાની ખેતી ની જમીન આવેલી છે. ફરીયાદી ના ખેતરમા વાવેતર કરાયેલા મોલ ને પિયત કરવા માટે ભત્રીજા ના ખેતરની નીચે જમીન માથી પાઈપલાઈન ફીટ કરાયેલી હોય અને કાયમી પાઈપલાઈન વાટે પિયત કરવામા આવે છે. તાજેતરમા જમીન મા ફીટ કરેલી પાઈપલાઈન લીકેજ થતા તુટેલી લાઈન રીપેરીંગ કરવા મુદ્દે સબંધ મા સગા કાકા ભત્રીજા અને બંને શેઢા પાડોશીને બખેડો થતા વાત વણસી જતા બોલાચાલી હાથાપાઈ પર ઉતરી આવતા બંને ભત્રીજાએ એકસંપ કરી કાકા ને લાકડી વડે લમધારી નાંખી બેફામ ગાળો ભાંડી પાઈપલાઈન ઉખેડી લેજે નહીંતર પતાવી દેવા ની ધમકી દેતા ભોગ બનેલા કાકા હેમંતે ટંંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.