મોરબી: ખાણખનીજ વિભાગે રેતી-મોરમની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો પકડ્યા

Advertisement
Advertisement

મોરબી ખાણખનીજ વિભાગની ટીમે છેલ્લા પાંચેક દિવસમાં ચેકીંગ ઝુંબેશ દરમિયાન રેતી અને મોરમની ખનીજ ચોરી કરતા અલગ અલગ ત્રણ વાહનો ઝડપી લઈ સ્થાનિક પોલીસને હવાલે કરી અંદાજે આઠથી નવા લાખ જેટલો દંડ વસૂલવા તજવીજ શરૂ કરી છે. મોરબી ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના અન્વયે માઇન્સ સુપરવાઈઝર એમ.આર,ગોજીયા, જી.કે.ચંદારાણા અને સર્વેયર ગોપાલ સુવા સહિતની ટીમે જિલ્લામાં અલગ -અલગ જગ્યાએ ચેકિંગની કામગીરી કરી મહેન્દ્રનગર ચોકડી અને ગોરખીજડીયા નજીકથી રેતીનું ગેરકાયદેસર વહન કરતા બે ડમ્પર તેમજ લજાઈ નજીકથી મોરમ ખનીજનું વહન કરતા એક વાહન સહીત કુલ એકાદ કરોડની કિંમતના ત્રણ વાહનો કબ્જે કરી સ્થાનિક પોલીસ મથક હવાલે કરી ખનીજ ચોરી સબબ રૂપિયા 8થી 9 લાખ જેટલો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.