મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન આજે મોરબીથી વહેલી સવારે 6 વાગ્યે ઉપડતી ડેમુ ટ્રેન ખોટકાઈ જતા વાંકાનેરથી અન્ય ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરનાર અનેક મુસાફરો રઝળી પડયા હતા. મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન બંધ પડી જતા વાંકાનેરથી લાંબા રૂટની કનેક્ટિવિટી માટે જતા અનેક મુસાફરો મોરબી ખાતે રઝળી પડયા હતા. ડેમુ ટ્રેન ખોટકાતા મોરબી ઉપરાંત નજરબાગ રેલવે સ્ટેશન ખાતે પણ મુસાફરો સમયસર વાંકાનેર નહિ પહોંચી શકતા વાંકાનેરથી 6.47 ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન ચુકી જવાતા મુસાફરોમાં રેલવે તંત્રની લાપરવાહ નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.