મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતી પ્રસંગે ટંકારા ખાતે ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવમાં પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારા તાલુકા પંચાયત નજીક હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું આગમન થતાં અન્ય મહાનુભાવો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધી, કલેક્ટરશ્રી કિરણ ઝવેરી અને જિલ્લા પોલીસવડાશ્રી રાહુલ ત્રિપાઠી અને આર્ય સમાજના અગ્રણીઓએ માનનીય રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.