મોરબીના પંચાસર રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. શહેરમાં લગાવેલા નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીદારોના આધારે મોરબી સીટી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે મહમદઅયાન અલ્તાફભાઈ ઈમાની મોરબી પંચાસર રોડ ઉપરથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.