મોરબી: જાંબુડીયા ગામે ગળેફાંસો ખાઈ સગીરાનો આપઘાત

Advertisement
Advertisement

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલા લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી સગીરાને મોટીબેને ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સોનાલી ઉર્ફે મામની રાજેન્દ્ર સુરેન્દ્રએ લેબર કોલોનીમાં મોટીબેન મોનતીબેને પોતાની નાની દિકરી દિવ્યાંશી રડતી હોય જેથી તેની સાર સંભાળ રાખવા માટે તેની મોટી બેને ઠપકો આપતા તેને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના રૂમમા જઇ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતે પોતાની જાતે સાડી વડે ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.