મોરબી: વાંકાનેર હાઇવે ઉપર આઇસર ટ્રકે ટક્કર મારતા ટ્રેકટરના બે ટુકડા

Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શૈલેષ કાટા સામે GJ-06-VV-4077 નંબરના આઇસર ટ્રકના ચાલકે GJ-02-BH-9346 નંબરના ટ્રેકટરને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા ટ્રેકટરના બે કટકા થઇ જતા ટ્રેકટર ચાલક પ્રવિણભાઇ જસરાજભાઇ ઝાલા રહે-ભદ્રેશી તા-વઢવાણ જી-સુરેન્દ્રનગર વાળાને ડોકના પાછળના ભાગે મણકામાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.