વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી હિતેશ પ્રેમજીભાઈ સોરાણીના કબજા ભોગવટા વાળી વાડીમાં દરોડો પાડી પશુ બાંધવાની ગમાણમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 92 બોટલ કિંમત રૂપિયા 25,565નો જથ્થો કબ્જે કરી હતી. જોકે આરોપી હાજર નહી મળી આવતા આરોપી હિતેશ સોરાણી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.