મોરબી: યુવતીને પ્રેમ કરવો પડ્યો ભારે, નંબર બ્લોક કરતા પ્રેમીએ યુવતી પર કરાવ્યો હુમલો

Advertisement
Advertisement

મોરબીમાં યુવતીને તેના પ્રેમી સાથે બોલાચાલી થતા યુવતીએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરી દિધો હતો જેનો ખાર રાખી આરોપીએ બે શખ્સોને મોકલી યુવતીને લાકડી વડે ફટકારી હતી. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક યુવતીએ આરોપી વિજયભાઈ બારૈયા રહે. ભાવનગર તથા બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ ૦૭-૦૨-૨૦૨૪ના રોજ ફરિયાદીને શકમંદ આરોપી વિજયભાઈ સાથે પ્રેમસબંધ હોય અને થોડા સમયથી આરોપી વિજયભાઈ સાથે બોલચાલી થયેલ હોય અને ફરીયાદીએ આરોપી વિજયભાઈના મોબાઇલ નંબરો બ્લોક કરતા જેનો ખાર રાખી તેને અજાણ્યા બે આરોપીઓને મોકલી બંને ઇસમો પૈકી એક અજાણ્યા ઇસમે ફરીયાદીને લાકડી વડે પગના ભાગે મુંઢમાર મારી નાશી ગયા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.