મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલી સ્કવેર સિરામિક ફેકટરીના કુવામાંથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને મોરબી તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા યુવાનના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.