મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા મોરબી જીલ્લાના નવા નિમાયેલા કલેકટર કે.બી.ઝવેરીની મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિનભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ સાથે લુવાનાપરાના વેપારી લોકોને સાથે રાખી શાકમાર્કેટ પાછળના ભાગે તેમજ લુવાનાપરા વિસ્તારમાં જે વર્ષોથી ગંદકીનો પ્રશ્ન છે તેનો તાત્કાલીક નિકાલ થાય તેમજ લુવાનાપરા વિસ્તારમાં અમુક જાહેર રસ્તા વચ્ચે લોખંડના પાઈપ ઉભા કરીને રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તે તાત્કાલીક ખુલ્લા કરાવવા માટે આવેદન આપવામા આવ્યું હતું.