મોરબી વીરપરડા ગામ પાસે રવીવારે બપોર ના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ધ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ ના જથ્થા ની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુન્હામાં પોલીસ કોન્સ્ટેબલ સહીત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને સ્થળ ઉપર થી સુડતાલીસ લાખ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ પૈકી ના પોલીસ કર્મચારી (૧) ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી) (૨) રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા (૩) શકિતસિંહ માધુભા જાડેજા (૪) નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી (૫) ગોવિંદ હડમાનરામજી બાવરી (૬) સંતોક યમનારામ બાવરી (૭) પ્રકાશ નાથુરામ બાવરી (૮) હીરાલાલ ધરમારામ બાવરી (૯) રાજેશ રામજીભાઈ મારવાણીયા આ તમામ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપર થી સુડતાલીસ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓ પૈકી ના પોલીસ કર્મચારી (૧) ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી) (૨) રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા (૩) શકિતસિંહ માધુભા જાડેજા નાઓના રીમાન્ડ માંગવામાં આવેલ હતા અને નામ. અદાલતે ઉપરોકત ત્રણ આરોપીઓ ના તા. ૮/૨/૨૦૨૪ સુધીના રીમાન્ડ મંજુર કરેલ અને આરોપીઓ (૪) નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી (૫) ગોવિંદ હડમાનરામજી બાવરી (૬) સંતોક યમનારામ બાવરી (૭) પ્રકાશ નાથુરામ બાવરી (૮) હીરાલાલ ધરમારામ બાવરી નાઓની જામીન અરજી નામ. અદાલતમાં દાખલ કરેલ જે જામીન અરજી નામ. અદાલતે મંજુર કરેલ ત્યારબાદ આરોપીઓ (૧) ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મયાત્રા (પોલીસ કર્મચારી) (૨) રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા (૩) શક્તિસિંહ માધુભા જાડેજા રીમાન્ડ પુરા થતા આપ નામ. અદાલતમાં રજુ કરેલ અને તેઓની જામીન અરજી નામ. અદાલતમાં દાખલ કરેલ અને નામ. અદાલતે પોલીસ કર્મચારી સહીત ત્રણેષ આરોપીઓના જામીન મંજુર કરેલ જેમાં આરોપી (૧) ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મીયાત્રા (પોલીસ કર્મચારી) ના વકીલ શ્રી એ દલીલ કરી અને જામીન મંજુર કરેલ આરોપી ના વકીલ તરીકે ગોપાલભાઈ ઓઝા તથાતથા કુ. મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.