મોરબી: સામાકાંઠે ત્રાજપરમાં ગળેફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે ત્રાજપરમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા રહે. સામાકાઠે ત્રાજપર વાળાએ પોતાના ઘરે ફળીયામાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.