વાંકાનેર તાલુકાના કોઠી ગામેથી યુવકનુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબીના ત્રાજપરમાં રહેતા લખમણભાઇ મેરૂભાઈ ગોલતરે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ ૦૫-૦૨-૨૦૨૪ થી ૦૬-૦૨-૨૦૨૪ દરમ્યાન કોઈપણ વખતે વાકાનેર તાલુકા કોઠી ગામે મહેશભાઈ રાઘવાભાઈ મુંઘવાના ઘર પાસેથી ફરીયાદીનું બાઈક નંબર જીજે-૩૬-કે-૮૧૮૨ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર લખમણભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.