ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે કમફર્ટ હોટલ સામે માનવ પ્રશાંતભાઈ વઘાડીયાનાં યુવકે પોતાની કાર ગફલત ભરી રીતે ચલાવી જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર PGVCL રાજકોટનાની ગાડીને પાછળથી ઠોકર મારી નુકશાન કરી અધિકારી સાથે ગેર વર્તુંણક કરતો હોવાથી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબી GEB ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામીએ કાર નંબર GJ-03-JC-૧૮૮૮ના ચાલક માનવ પ્રશાંતભાઈ વઘાડીયા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ ૦૮-૦૨-૨૦૨૪ના રોજ આરોપી પોતાના હવાલાવાળી ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર PGVCL રાજકોટનાઓની ગાડી રજી નંબર- GJ-૦૩-CE-૮૭૨૨ને પાછળથી ભટકાડી ગાડીમા નુકશાન કરી આરોપી પાસે લાયન્સ પણ ન હતું અને આરોપી અધિકારી સાથે ગેર વર્તુંણક કરતો હતો જેથી ભોગ બનનાર જયેશગીરીએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.