મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉંભાજી સામે પોતાના ઘેર જવા વાહનની રાહ જોતા યુવકને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મૂળ દાહોદ જીલ્લાના વડવા ગામે રહેતા અને ઓરપેટ કોલોનીમાં રહેતા ધવલભાઈ ભાવસિંગભાઈ રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કાર ચાલક કિશનભાઇ અશોકભાઇ ભટાસણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બાલાજી એન્જીનીયરીંગ વર્કસમાં કામ કરતો તેમનો નાનો ભાઈ પ્રકાશભાઈ ઘરે આવવા માટે વિરાટ પાઉંભાજી સામે રોડની સાઈડમાં બેઠો હતો ત્યારે કાર ચાલક કિશનભાઇ અશોકભાઇ ભટાસણાએ પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી રોડની સાઈડમાં પ્રકાશભાઈ સાથે અથડાવી કારનું આગળનું વ્હીલ પ્રકાશભાઇના માથા ઉપર ચડાવી દેતા પ્રકાશભાઈને માથાના ભાગે તથા જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા જ્યાં ટૂંકી સારવારમાં મોત નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.