માળીયા: કચ્છ હાઇવે ઉપર ટ્રેઇલર અડફેટે બાઈક ચાલકનું મોત, એક ઘાયલ

Advertisement
Advertisement

માળીયા કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ સામે ડબલ સવારી બાઈકને ટ્રેઇલરે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવકને માથામાં અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યો હતો. માળીયાના અંજીયાસર ગામના રહેવાસી બે યુવક ગત તારીખ 5ના સંબંધીનું પલ્સર બાઈક નંબર જીજે-27-બીસી-1575 આપવા અંજીયાસરથી માળીયા જતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ સામે પહોંચતા ટ્રક ટ્રેઇલર નંબર આરજે-07-જીઈ-2847ના ચાલકે ટ્રક ટ્રેઇલર પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી પલ્સર બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક રમજાનભાઇ નીજામભાઇ મોવરને ગંભીર ઇજા પહોંચાડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલા રજાકભાઇ કાદરભાઇ મોવરને માથામાં તથા બંને પગે ઈજાઓ પહોંચતા પ્રથમ માળીયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈ ફારૂકભાઇ નીઝામભાઇ મોવર, રહે.ગામ-જુના અંજીયાસર તા.માળીયા વાળાએ ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.