મોરબી જિલ્લાના M.D.S ડો.મિલન ઉઘરેજા છેલ્લા ઘણા વર્ષથી દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર કરી રહ્યાં છે. સાથે જ ઈન્ડિયન આર્મી, બીએસએફ જવોનોને પણ નિશુ:લ્ક સારવાર આપી રહ્યાં છે. આ ઉપરાત અનેક સેવાકીય કેમ્પ, વિધવા માતાની દીકરીઓના સમૂહલગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં ખુબ જ કાર્યરત છે.
શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલીત માનવ મંદિર દ્વારા ડો.મિલન ઉઘરેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ ગાળા ગામના વતની નિવૃત કાર્યપાલક ઈજનેર શ્રી ગોરધાનભાઈ વાલજીભાઈ ઉઘરેજાના પુત્ર ડો.મિલનભાઈ ઉઘરેજા (એડવાન્સેડ મલ્ટીસ્પેશિયાલીટી ડેન્ટલ ક્લીનીક) દ્વારા શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલીત માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. મિલનભાઈ ઉઘરેજા છેલ્લા ઘણા વર્ષથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. જેમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ કરી રહેલા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેલબ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત જેટલા સમૂહલગ્ન કરાવ્યા છે. અને આ વર્ષે પણ સર્વજ્ઞાતિ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પણ ડો.મિલનભાઈ ઉઘરેજા પોતાની સેવા આપી રહ્યાં છે.
ડો. મિલન ઉઘરેજાને કેબિનેટ મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે એક્સીલન્સ ઈન ડેન્ટલ પ્રેક્ટીસ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર શ્રી ડો. જી.બી.કપુર અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રમુખ શ્રી ડો.વિરલ પટેલના હસ્તે ડો. મિલન ઉઘરેજાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.