હળવદ શહેરમાં આવેલા પંચમુખી ઢોરા વિસ્તાર નજીકથી બે વરલીભક્ત ઝડપાયા છે. એલસીબીની ટીમે પંચમુખી ઢોરા નજીકથી આરોપી વિનોદ બુધીલાલ સોલંકી અને સંજય રૂપાભાઈ સીતાપરાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રકમ 13800 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 18800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પૂછપરછમાં આરોપીઓના જુગારના ધંધામાં રવિ ભુરાભાઈ રબારીની સંડોવણી ખુલતા પોલીસે રવિ રબારીને ફરાર દર્શાવી ત્રણેય સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.