મોરબી: આગામી 10 તારીખે બજાર સમિતિ ખાતે લાભાર્થી સંમેલનનો કાર્યક્રમ

Advertisement
Advertisement

મોરબીમાં આગામી તારીખ 10મીએ લાભાર્થી સંમેલન યોજાનાર છે. જેમાં મોરબી અને માળિયાના ભાજપના કાર્યકરોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અપીલ કરી છે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે તા.10એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થી સંમેલનનો કાર્યક્રમ યોજવાના છે. મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ મોરબી બજાર સમિતિમાં રાખ્યો છે. બપોરે 12 વાગ્યે અહીં વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવશે. આ સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ માજી સભ્યો, બુથના કાર્યકરો, પેજ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. પાર્ટીએ 5 હજાર લોકો આ કાર્યક્રમના સહભાગી બને તેવુ આયોજન કર્યું છે. પરંતુ અહીં 7 હજાર લોકો એકત્ર થાય તેવી રીતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ઉમટી પડવા મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્યની હાકલ છે.