મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં એક્કોર્ડ સીરામીક કારખાનામાં પતરા ઉપર કામ કરતી વખતે પતરું તુટી જતા નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. રામસુરત રાજકુમાર ગૌતમ ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૪ના રોજ સાંજના સમયે એકોર્ડ પ્લસ સીરામીક કારખાનામા પતરા ઉપર કામ કરતી વખતે કોઇ કારણસર પતરૂ ટુટી જતા ઉંચાઇથી નીચે જમીન ઉપર પડતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સારવાર બાદ વધુ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમા લાવેલ હોય જે સારવાર દરમ્યાન તા-૦૬/૦૨/૨૦૨૪ ના રોજ તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.