મોરબી: અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા બાળકનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement

મોરબી મહેન્દ્રપરા શેરી નં-૦૧ પ્રકાશડેરી પાછળથી અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મહેન્દ્રપરા શેરી નં-૦૧ પ્રકાશડેરી પાછળથી કોઇ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વખતે મરણ ગયેલ નવજાતશીશુ (બાળક)ના મુતદેહને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદા પુર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાશ કરી નવજાત શીશુ (પુરૂષ) ઉ.વ. આશરે ૩૦ થી ૩૨ અઠવાડીયા વાળુ મૃત હાલતમાં મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૧૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.