મોરબીના વેજીટેબલ રોડ લાભનગરની બાજુમાં મંદિરની સામે બાવળની જાળીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. લાભનગરની બાજુમાં મંદિરની સામે રહેતા આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામાએ પોતાના ઘરની પાછળ બાવળની ઝાડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૦ કિં રૂ.૨૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.