મોરબી: ડીઝલ ચોરી કાંડમાં મોરબી પોલીસમેન સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

Advertisement
Advertisement

મોરબીના ચકચારી ડિઝલચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓને નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે. વિરપરડા ગામના પાટિયા પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવા મામલે એસએમસી ટીમ દ્વારા 9 આરોપીઓને ઝડપી લઈ કુલ 12 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલ કાનૂની કાર્યવાહીમાં નવેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપી શક્તિસિંહ મધુભા જાડેજા, રાજેશ ઉર્ફે રાજુ દેવાભાઈ ખૂંગલા અને પોલીસ કર્મચારી ભરત પ્રભાતભાઈ મિયાત્રાને નામદાર કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.