મોરબી: કાલિકા પ્લોટમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશો પરેશાન

Advertisement
Advertisement

મોરબીમાં આવેલા કાલિકા પ્લોટ શેરી નંબર-1માં જોગણી માતાના મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે રહીશોએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. રહીશોની ફરિયાદ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અહીંયા ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. આશરે 10-12 દિવસ પહેલા આ અંગે ફરિયાદ કરી હતી. તેમજ 8 વખત ફોન પર પણ ફરિયાદ કરી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં સફાઈ પણ કરવામાં આવતી ન હોવાની ફરિયાદ રહીશોએ કરી છે. તો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કાલિકા પ્લોટ શેરી નંબર 1ના રહીશોએ કરી છે.