માળીયા તાલુકાના સરવડ ગામે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી ઈજાઓ પહોંચાડવા મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સરવડ ગામે સરદારનગરમાં રહેતા જશુબેન મગનભાઇ સુરાણી નામના વૃધ્ધાએ અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ઘરમાં ઘુસી લાકડાના ધોકા ફટકારી તેઓએ કાનમાં પહેરેલી બુટી, ચાર જોડી સાંકળા, રોકડા રૂપિયા 3700 સહિત કુલ રૂપિયા 45,700ની લૂંટ ચલાવી ફરિયાદી જશુબેન તેમજ તેમના પતિ મગનભાઈને ઈજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.