માળીયા: સરવડ ગામે ચાર શખ્સોએ દંપતીને ઘરમાં ઘૂસી લૂંટી લીધા,

Advertisement
Advertisement

માળીયા તાલુકાના સરવડ ગામે સરદાર નગર વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર શખ્સોએ સોનાની બુટી, સાકળા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઇજાઓ પહોંચાડતા ચકચાર જાગી છે. લૂંટ ચલાવનાર તસ્કરોએ સરવડ ગામમાં અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી તાળા તોડયાનું પણ જાણવા મળે છે. સરવડ ગામે રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની જશુબેન આજે વહેલી સવારે સાડા ત્રણથી પોણા ચારેક વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા જતા ઘરના ફળિયામા મોકાની રાહમાં રહેલા ચાર લૂંટારુઓ સીધા જ ઘરમાં ઘુસી ગયા હતા અને દંપતી કઈ સમજે વિચારે તે પહેલા જ ચારેય લૂંટારુઓએ જશુબેન અને મગનભાઈ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી જશુબેનના કાનમાંથી બુટી લૂંટી લઈ ઘરમાં પડેલા ચાંદીના પાંચ જોડી સાકળા અને રોકડા રૂપિયા 5000ની લૂંટ ચલાવી પલાયન થતા પહેલા મગનભાઈના બાઇકની ચાવી અને મોબાઈલ પણ પડાવી લીધા હતા. બીજી તરફ સરવડ ગામમા તરખાટ મચાવનાર લૂંટારું ટોળકીએ અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવતા હાલમાં મગનભાઇ સુરાણીએ માળીયા પોલીસ મથકમાં લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.