મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહલગ્નનું આયોજન તારીખ 10-2-24ને શનિવારના રોજ શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં દશનામ ગોસ્વામી સમાજના પાંચ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. આ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવરમાં માત્ર દશનામ ગોસ્વામી સમાજના જ દાતાઓના સહયોગથી સોના-ચાંદીના દાગીનાથી લઈ કુલ ઘરવપરાશની 85 જેટલી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નનું આયોજન માત્ર દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરછના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમૂહલગ્ન સફળ આયોજનમાં સમિતિના મોભી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી, તેમજ ડો.જયદીપપુરી મનસુખપુરી, અરવિંદવન ન્યાલવન, પ્રવિણગીરી વસંતગીરી, રાજેશપુરી બટુકપુરી, સહિત સમિતિના તમામ સભ્યો આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.