મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં-એમ-૬૮/૩૭૬માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલો સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મનોજ કિશોરભાઈ ખારેચાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦ કિંમત રૂપિયા ૧૯,૧૫૦ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ રાહિલ અયુબભાઈ માણેકીયા રહે. મોરબી વાવડી રોડ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.